20 November, 2025 03:05 PM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોમવારે અમેરિકાના લાસ વેગસમાં રૂમની સાફસફાઈ અને પથારી પાથરવા જેવા ઘરકામની કૉમ્પિટિશન યોજાઈ. આ કોઈ નાનીસૂની સ્પર્ધા નહોતી. એમાં દુનિયાભરના મોટા રિસૉર્ટ્સ અને હોટેલનો સ્ટાફ ભાગ લે છે. આ સ્પર્ધાને હવે ૩૫ વર્ષ થઈ ગયાં છે અને એનું સ્વરૂપ એટલું વિશાળ થઈ ગયું છે કે એને હાઉસકીપિંગ ઑલિમ્પિકનું નામ આપવામાં આવ્યું છે. આ ઑલિમ્પિકમાં તમારી ટીમ મોકલી શકાય એ માટે પણ ક્વૉલિફાય થવું પડે છે. આ સ્પર્ધાનો હેતુ છે હોટેલ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કર્મચારીઓની સ્કિલ્સ વધારવી અને તેઓ જે કામ રૂટીન તરીકે કરે છે એને મહત્ત્વ આપવું.