લાઇક્સ મેળવવાની ઘેલછામાં જીવનું જોખમ

30 June, 2026 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂરપાટ ઝડપે દોડતી સાઇકલ પર ઊભા રહીને યુવકે કર્યો ખતરનાક સ્ટન્ટ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં લોકો ઘણી વાર પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે. આવો જ એક ચોંકાવનારો વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક પૂરપાટ ઝડપે દોડતી સાઇકલ પર ઊભા રહીને ખતરનાક કરતબ કરતો નજરે પડે છે. જોનારાના શ્વાસ અધ્ધર થઈ જાય એવા સ્ટન્ટ કરતી વખતે કોઈ પણ પ્રકારના સેફ્ટીV ટૂલ્સની મદદ વગર રસ્તા પર દોડતી સાઇકલ પર સંપૂર્ણ સંતુલન સાથે તે ઊભો છે. 

viral videos offbeat news national news news social media