02 January, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવે ઉજ્જૈનમાં બાળકો સાથે માણ્યું ગલ્લી ક્રિકેટ
ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવનો ઉજ્જૈનનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ૬૬ વર્ષના આ ભૂતપૂર્વ ક્રિકેટર નાનાં બાળકો સાથે ગલ્લી ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. નાના બાળકની ફાસ્ટ બોલિંગ પર કપિલ દેવ પોતાનો પ્રખ્યાત નટરાજ સ્ટાઇલનો શૉટ રમ્યા હતા.
કપિલ દેવ કોઈ પણ સુરક્ષા પ્રોટોકૉલ વિના બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા. આસપાસ હાજર કેટલાક યુવાનોએ નિર્દોષ બાળકોને માહિતગાર કર્યા હતા કે તમે કોઈ સામાન્ય કાકા સાથે નહીં પણ વર્લ્ડ કપ ચૅમ્પિયન સાથે ક્રિકેટ રમી રહ્યાં છો.