25 November, 2026 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પચીસ વર્ષનો પ્રિયાંશ આર્ય T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ક્રિકેટર બન્યો છે અને સૂર્યકુમાર યાદવે ૪૬ રન ફટકાર્યા હતા.
ઇન્દોરમાં આયોજિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં ગઈ કાલે દિલ્હી સામે તામિલનાડુને ૧૧૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ પોતાના કૅપ્ટન પ્રિયાંશ આર્યના તોફાની ૧૮૧ રનની મદદથી ૨૭૫-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં સ્પિનર દિગ્વેશ રાઠી (૪ વિકેટ)ના તરખાટને કારણે તામિલનાડુ ૧૮.૩ ઓવરમાં ૧૫૯ રન કરીને ઑલઆઉટ થયું હતું.
ઓપનર પ્રિયાંશ આર્ય ૬૮ બૉલમાં ૧૮૧ રન કરીને છેક ૧૮.૪મી ઓવરમાં કૅચઆઉટ થયો હતો. ૨૬૬.૧૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૭ ફોર અને ૧૯ સિક્સ ફટકારી હતી. તામિલનાડુ સામે પ્રિયાંશ આર્યએ ૧૮ બૉલમાં ૫૦ રન, ૩૬ બૉલમાં ૧૦૦ રન અને ૬૦ બૉલમાં ૧૫૦ રન પૂરા કર્યા હતા.
પચીસ વર્ષનો પ્રિયાંશ આર્ય T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ક્રિકેટર બન્યો છે. અગાઉ કે.એલ.રાહુલે આ વર્ષે દિલ્હીમાં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી રમીને ૧૫૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. જો તેણે વધુ ૮ રન ફટકાર્યા હોત તો લુઆન-ડ્રે-પ્રેટોરિયસનો ૧૮૮ રનનો વર્લ્ડ રેકૉર્ડ તૂટી ગયો હોત. સાઉથ આફ્રિકાના ૨૦ વર્ષના આ બૅટરે ઑક્ટોબર મહિનામાં ક્રિસ ગેઇલનો ૧૩ વર્ષ જૂનો ૧૭૫ રનનો રેકૉર્ડ તોડ્યો હતો.
|
પ્રિયાંશ આર્યનું ધમાકેદાર પ્રદર્શન |
|
|
રન |
૧૮૧ |
|
બૉલ |
૬૮ |
|
ફોર |
૭ |
|
સિક્સ |
૧૯ |
|
સ્ટ્રાઇક-રેટ |
૨૬૬.૧૭ |
ઓડિશા સામે ૧૮૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને બાવીસ રને જીત્યું મુંબઈ
કલકત્તામાં ગઈ કાલે મુંબઈએ ઓડિશા સામે બાવીસ રનની જીત સાથે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પાંચમી જીત સાથે ગ્રુપ Dમાં પોતાનું નંબર વનનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૯ બૉલમાં ૪ ફોર, બે સિક્સની મદદથી ૪૬ રન ફટકારીને ટીમનો સ્કોર ૧૮૧-૮ કરવામાં મોટું યોગદાન આપ્યું હતું.ઓડિશાની ટીમ ૨૦ ઓવરમાં ૧૫૯-૯નો જ સ્કોર કરી શકી હતી. મુંબઈ માટે શાર્દૂલ ઠાકુર, મુશીર ખાન અને અથર્વ અંકોલેકર ૨-૨ વિકેટ લીધી હતી.
|
T20 ક્રિકેટમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર |
|
૨૦૨૬માં લુઆન-ડ્રે-પ્રેટોરિયસે ૭૯ બૉલમાં અણનમ ૧૮૮ રન કર્યા |
|
૨૦૨૬માં પ્રિયાંશ આર્યએ ૬૮ બૉલમાં ૧૮૧ રન કર્યા |
|
૨૦૧૩માં ક્રિસ ગેઇલે ૬૬ બૉલમાં અણનમ ૧૭૫ રન કર્યા |
|
૨૦૧૮માં એરોન ફિન્ચે ૭૬ બૉલમાં ૧૭૨ રન કર્યા |
|
૨૦૨૬માં હમઝા ખાને ૬૫ બૉલમાં અણનમ ૧૬૪ રન કર્યા |
પ્રિયાંશ આર્યએ આ રેકૉર્ડ પણ તોડ્યા
T20 ક્રિકેટમાં બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પ્રિયાંશ આર્ય સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાઇએસ્ટ સ્કોર કરવાનો તિલક વર્માનો બે વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તિલક વર્માએ મેઘાલય સામે હૈદરાબાદ તરફથી રમીને ૬૭ બૉલમાં ૧૫૧ રન કર્યા હતા.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફાસ્ટેસ્ટ ૬૦ બૉલમાં ૧૫૦ રન પૂરા કરવા મામલે પ્રિયાંશ આર્યએ તિલક વર્માનો ૨૦૨૪નો જ ૬૬ બૉલનો રેકૉર્ડ તોડ્યો છે.
પ્રિયાંશ આર્ય ૧૯ સિક્સ ફટકારીને T20 ઇનિંગ્સમાં હાઇએસ્ટ સિક્સના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. ન્યુ ઝીલૅન્ડના ફિન ઍલને જૂન ૨૦૨૫માં અમેરિકાની મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકોન્સ તરફથી રમીને વૉશિંગ્ટન ફ્રીડમ સામે આ રેકૉર્ડ બનાવ્યો હતો.
અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ ૧૭ સિક્સનો રેકૉર્ડ મેઘાલયના કૅપ્ટન પુનિત બિસ્તના નામે હતો.તેણે જાન્યુઆરી ૨૦૨૧માં મિરઝોરમ સામે આ રેકૉર્ડ બનાવ્યો હતો.