૩૫ વર્ષના વિરાટ કોહલીના ૩૫ કિલોના સ્ટૅચ્યુને જોવા ઊમટી ભીડ

21 April, 2024 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૫ કિલોના સ્ટૅચ્યુને બનાવવા માટે લગભગ બે મહિના લાગ્યા હતા

ક્રિકેટર વિરાટ કોહલીના સ્ટૅચ્યુ

વર્લ્ડ હેરિટેજ ડેના અવસર પર જયપુરના ૩૦૦ વર્ષ જૂના વૅક્સ મ્યુઝિયમમાં ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના સ્ટૅચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ૩૫ કિલોના સ્ટૅચ્યુને બનાવવા માટે લગભગ બે મહિના લાગ્યા હતા. સચિન તેન્ડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલી એવો ત્રીજો ક્રિકેટર બન્યો છે જેનું સ્ટૅચ્યુ આ ઐતિહાસિક મ્યુઝિયમમાં હોય. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં ૩૦૦થી વધારે રન બનાવી પર્પલ કૅપ પોતાને નામ કરનાર ૩૫ વર્ષના વિરાટ કોહલીના સ્ટૅચ્યુને જોવા મ્યુઝિયમમાં ભીડ ઊમટી હતી.

sports news sports virat kohli indian premier league jaipur