અગિયારમી વાર કોહલીની વિકેટ લઈને સ્પેશ્યલ ક્લબમાં દાખલ થયો આદિલ રશીદ

14 February, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડનો ટિમ સાઉધી અને ઑસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ૧૧-૧૧ વાર કરી ચૂક્યા છે વિરાટનો શિકાર

કોહલીની વિકેટ

ગઈ કાલે ફરી એક વાર વિરાટ કોહલીની વિકેટ લઈને ઇંગ્લૅન્ડના લેગ-સ્પિનર આદિલ રશીદે સ્પેશ્યલ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. વિરાટનો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાર શિકાર કરનારા બોલરોમાં હવે આદિલ રશીદનો પણ સમાવેશ થઈ ગયો છે. આદિલે ગઈ કાલે વિરાટને કુલ અગિયારમી વાર આઉટ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડનો ટિમ સાઉધી અને ઑસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ પણ વિરાટને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૧-૧૧ વાર આઉટ કરી ચૂક્યા છે. આદિલે વિરાટની વન-ડેમાં પાંચ વાર, ટેસ્ટ-મૅચોમાં ૪ વાર અને T20માં બે વાર વિકેટ લીધી છે. વર્તમાન વન-ડે સિરીઝમાં વિરાટ ઉપરાઉપરી બીજી વાર, એક જ રીતે આદિલની બોલિંગમાં આઉટ થયો છે.

virat kohli sports news sports indian cricket team cricket news