25 September, 2026 09:21 AM IST | Nisshin | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં ગઈ કાલે એશિયને ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો. ઓપનિંગ મૅચમાં યજમાન જપાનને અફઘાનિસ્તાન સામે ૪૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. યંગ ક્રિકેટર્સવાળી અફઘાનિસ્તાનની ટીમના ૧૨૯-૬ના સ્કોરની સામે જપાન ૧૯.૩ ઓવરમાં ૮૧ રને ઑલઆઉટ થઈ ગયું હતું.
અફઘાની લેગ-સ્પિનર અરબ ગુલે ઇન્ટરનૅશનલ ડેબ્યુ મૅચમાં માત્ર ૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ૧૨મી અને ૧૪મી ઓવરમાં એક પણ રન આપ્યા વગર તેણે બે-બે વિકેટ લીધી હતી.