ત્રિકોણીય T20 સિરીઝમાં અફઘાનિસ્તાનનો વિકલ્પ શોધવા માંડ્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

14 October, 2025 10:08 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સાથેના હાલના લશ્કરી સંઘર્ષ વચ્ચે આ સિરીઝમાં અફઘાનિસ્તાનની ભાગીદારી પર ગંભીર શંકાઓ ઊભી થઈ છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવી

પાકિસ્તાનમાં આગામી ૧૭થી ૨૯ નવેમ્બર દરમ્યાન યજમાન દેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ત્રિકોણીય સિરીઝ રમાવાની છે. જોકે પાકિસ્તાન સાથેના હાલના લશ્કરી સંઘર્ષ વચ્ચે આ સિરીઝમાં અફઘાનિસ્તાનની ભાગીદારી પર ગંભીર શંકાઓ ઊભી થઈ છે. અહેવાલ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીએ ICCને વૈકલ્પિક યોજના પર કામ કરવાની વિનંતી કરી છે, કારણ કે તે ઇચ્છે છે કે ત્રિકોણીય સિરીઝ યોજાય.

pakistan afghanistan international cricket council cricket news sports news sports