03 June, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને બૅક-ટુ-બૅક IPL ટાઇટલ જિતાડી આપનાર રજત પાટીદારનું ફોકસ હવે નવા ટાઇટલ તરફ છે. મધ્ય પ્રદેશ T20 લીગ સિંધિયા કપ 2026માં આજે ગ્વાલિયર ચીતાસ ટીમની આગેવાની કરી તે આ અભિયાનની શરૂઆત કરશે.
બે IPL ટાઇટલ સિવાય ૩૩ વર્ષનો રજત પાટીદાર પોતાની કરીઅરમાં પ્લેયર તરીકે રણજી ટ્રોફી ૨૦૨૧-’૨૨નું મોટું ટાઇટલ જીત્યો છે.
સુયશ શર્મા અને ફિલ સૉલ્ટ સતત ત્રીજી વખત IPL ટાઇટલ જીતનાર સ્ક્વૉડનો ભાગ બન્યા
ભારતીય સ્પિનર કર્ણ શર્મા બાદ યંગ સ્પિનર સુયશ શર્મા અને ઇંગ્લૅન્ડનો બૅટર ફિલ સૉલ્ટ સતત ત્રીજી વખત IPL ટાઇટલ જીતનાર સ્ક્વૉડનો ભાગ બન્યા છે. કર્ણ શર્મા ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ, ૨૦૧૭માં મુંબઈ ઇન્ડિયન્સ અને ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ૨૦૧૬ની ફાઇનલમાં તે હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતો.
સુયશ શર્મા અને ફિલ સૉલ્ટ ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતા. જોકે ફાઇનલ મૅચ રમ્યા નહોતા. ૨૦૨૫ની ફાઇનલમાં બન્ને રમ્યા હતા અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને પહેલું ટાઇટલ જિતાડી આપવામાં મદદ કરી હતી. ૨૦૨૬ની ફાઇનલ મૅચમાં પણ તેઓ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમી શક્યા નહોતા, પણ જીતની ઉજવણીનો ભાગ બન્યા હતા.