17 October, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ ૩ ટીમ નક્કી થઈ ગઈ છે. પૂર્વ એશિયા-પૅસિફિક ક્વૉલિફાયરમાં ટૉપ-થ્રીમાં રહીને બુધવારે નેપાલ અને ઓમાને સ્થાન પાકું કર્યું હતું, જ્યારે ગઈ કાલે યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)એ ક્વૉલિફાયરમાં ટૉપ-થ્રીમાં સ્થાન મેળવીને ત્રીજી વખત મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં એન્ટ્રી મારી હતી. UAEએ આ પહેલાં ૨૦૧૪ અને ૨૦૨૨નો T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.
T20 વર્લ્ડ કપ 2026 ટ્રોફી માટેના ૨૦ દાવેદારો કોણ-કોણ ?
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, વેસ્ટ ઇન્ડીઝ, આયરલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, કૅનેડા, ઇટલી, નેધરલૅન્ડ્સ, નામિબિયા, ઝિમ્બાબ્વે, નેપાલ, ઓમાન, યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ.