આજથી ઇંગ્લૅન્ડ-ભારતની વિમેન્સ ટીમ વચ્ચે વન-ડે સિરીઝનો પ્રારંભ થશે

16 July, 2025 09:48 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને એને ધ્યાનમાં રાખીને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ વન-ડે ફૉર્મેટમાં પણ પોતાનું પ્રદર્શન સુધારવા માગશે.

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડ સામે T20 ઇન્ટરનૅશનલ સિરીઝમાં ૩-૨ની ઐતિહાસિક જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય વિમેન્સ ટીમ આજથી શરૂ થઈ રહેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં સમાન ગતિ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને એને ધ્યાનમાં રાખીને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ વન-ડે ફૉર્મેટમાં પણ પોતાનું પ્રદર્શન સુધારવા માગશે.

સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ બન્ને ટીમ પહેલી વાર આ ફૉર્મેટમાં ટકરાશે. છેલ્લી ૧૦ વન-ડેમાંથી ઇંગ્લૅન્ડ ભારત સામે માત્ર ચાર મૅચ જીતી શક્યું છે. ૧૯૮૬થી બન્ને ટીમ વચ્ચે ૧૪ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી ભારતે ૮ અને ઇંગ્લૅન્ડે ૬ સિરીઝ જીતી છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ૮ વન-ડે સિરીઝમાંથી ભારત ૧૯૯૯ અને ૨૦૨૨ની સિરીઝ જ જીતી શક્યું છે, જ્યારે ઇંગ્લૅન્ડ ભારતમાં રમાયેલી ૬ વન-ડે સિરીઝમાં ક્યારેય જીતી શક્યું નથી.

વન-ડે સિરીઝનું શેડ્યુલ 
૧૬ જુલાઈ : સાંજે ૫.૩૦ વાગ્યે 
૧૯ જુલાઈ : બપોરે ૩.૩૦ વાગ્યે 
૨૨ જુલાઈ : સાંજે ૫.૩૦ વાગ્યે

t20 international t20 indian womens cricket team india england test cricket cricket news sports news sports world cup