મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને IPL 2026ની મૅચોની યજમાનીનો વિશ્વાસ વ્યક્ત કર્યો

05 January, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MCA ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ પુણેને ઉચ્ચ-સ્તરીય ક્રિકેટ ઇવેન્ટ્સ માટે એક શ્રેષ્ઠ વેન્યુ તરીકે દર્શાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે

મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે IPL 2026 વિશે સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી

મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે IPL 2026 વિશે સ્પેશ્યલ પોસ્ટ શૅર કરી હતી. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે થોડાં અઠવાડિયાં પહેલાં પુણેના MCA ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની મુલાકાત લેવા બદલ અમે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને રાજસ્થાન રૉયલ્સનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમની હાજરી MCA ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ પુણેને ઉચ્ચ-સ્તરીય ક્રિકેટ ઇવેન્ટ્સ માટે એક શ્રેષ્ઠ વેન્યુ તરીકે દર્શાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’

મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને આગળ લખ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડના સમર્થનને ધ્યાનમાં રાખીને અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ ટીમોમાંથી એક ટીમની મૅચો માટે MCA ઇન્ટરનૅશનલ સ્ટેડિયમને મંજૂરી મળશે. મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન ટૂંક સમયમાં મોટી મૅચો, મોટા ખેલાડીઓ અને યાદગાર ક્ષણોનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.’

રાજસ્થાનનું જયપુરનું હોમ-ગ્રાઉન્ડ વહીવટી સમસ્યા અને બૅન્ગલોરનું હોમ-ગ્રાઉન્ડ મોટી ઇવેન્ટ માટેની માળખાગત સુવિધાના અભાવને કારણે IPL 2026ની મૅચોની યજમાની માટે શંકા હેઠળ છે.

IPL 2026 indian premier league maharashtra cricket association rajasthan royals royal challengers bangalore pune cricket news sports sports news