05 June, 2026 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શમ્સ મુલાનીની સાથે શાર્દૂલ ઠાકુર
વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે સાંજે સીઝનની છઠ્ઠી મૅચમાં આકાશ ટાઇગર્સ અને ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. સરફરાઝ ખાનની ગેરહાજરીમાં શમ્સ મુલાનીની આગેવાનીમાં રમનાર આકાશ ટાઇગર્સે શાર્દૂલ ઠાકુરની ઈગલ થાણે સ્ટ્રાઇકર્સને ૧ રને હાર આપી હતી. અંતિમ ઓવરમાં જ્યારે જીત માટે ૭ રનની જરૂર હતી ત્યારે પાંચ રન કરીને અંતિમ વિકેટ ગુમાવીને ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ હાર્યું હતું.
ઓપનર જય બિસ્તાના ૪૦ બૉલમાં ૫૬ રનની મદદથી આકાશ ટાઇગર્સે ૧૭૨-૯નો સ્કોર કર્યો હતો. ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ માટે ત્રીજી ઓવરમાં હૅટ-ટ્રિક લેનાર ફાસ્ટ બોલર ઓંકાર તરમલેએ ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. શાર્દૂલ ઠાકુર બે ઓવરમાં ૧૧ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. બૅટિંગ સમયે તેણે ૧૫ બૉલમાં એક ફોર અને બે સિક્સની મદદથી ૨૫ રન કર્યા, પણ ટીમને જીત સુધી ન પહોંચાડી શક્યો.