13 April, 2025 07:06 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
આર્ટિસ્ટ ઍન્ડી બ્રાઉન, વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને તેને પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું હતું.
બ્રિટિશ આર્ટિસ્ટ ઍન્ડી બ્રાઉન ક્રિકેટ અને ફુટબૉલની મૅચ દરમ્યાન લાઇવ પેઇન્ટિંગ કરવા માટે જાણીતો છે. વિશ્વભરનાં ૧૫૦થી વધુ સ્ટેડિયમમાં લાઇવ પેઇન્ટિંગ કરનાર આ આર્ટિસ્ટ હાલમાં IPL દરમ્યાન ભારતનાં સ્ટેડિયમોના રંગો પોતાના કૅન્વસ પર ઉતારી રહ્યો છે. તેણે હાલમાં બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝીના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને તેને પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું હતું.