ભારતની અરુંધતી રેડ્ડી, પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ICC પ્લેયર ઑફ ધ મન્થ

24 March, 2026 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની અરુંધતી રેડ્ડી, પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ફેબ્રુઆરી મહિના માટે ICC પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીત્યાં, ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફેબ્રુઆરી માટે ICC પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડની ગઈ કાલે જાહેરાત કરી હતી.

ભારતની અરુંધતી રેડ્ડી, પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન ICC પ્લેયર ઑફ ધ મન્થ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફેબ્રુઆરી માટે ICC પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડની ગઈ કાલે જાહેરાત કરી હતી. ભારતની ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડી ઑસ્ટ્રેલિયામાં ૩ T20 મૅચમાં ૭.૨૫ના ઇકૉનૉમી-રેટ સાથે ૮ વિકેટ લેવા બદલ આ અવૉર્ડ જીતી છે. તેણે આ અવૉર્ડની રેસમાં શ્રીલંકાની હર્ષિતા સમરવિક્રમા અને પાકિસ્તાનની ફાતિમા સનાને હાર આપી હતી. 
પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાને મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં રેકૉર્ડબ્રેક ૩૮૩  રન ફટકારીને પુરુષ કૅટેગરીમાં પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ પોતાને નામે કર્યો છે. વર્લ્ડ કપમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર ઇંગ્લૅન્ડના વિલ જૅક્સ અને ૧૩ વિકેટ લેનાર અમેરિકાના ફાસ્ટ બોલર શેડલી વૅન શાલ્વિકને પછાડીને પાકિસ્તાની ઓપનર આ અવૉર્ડ જીત્યો છે. 

international cricket council sports news sports cricket news india pakistan