રવિચન્દ્રન અશ્વિને બે ભારતીય T20 ટીમના વિચારને વખોડી કાઢીને કહ્યું...

22 April, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિનિયર સ્તરે નૅશનલ ટીમની કૅપ મફતમાં ન વહેંચવી જોઈએ

રવિચન્દ્રન અશ્વિન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિને ટીમ ઇન્ડિયા માટે બે અલગ-અલગ T20 ટીમો બનાવવાના વિચારને ફગાવી દીધો છે. ભારતીય ક્રિકેટમાં ચર્ચા ચાલી રહી છે કે IPLને કારણે ભારત માટે ૩૦-૩૫ ટૉપ ભારતીય T20 ખેલાડીઓના વિકલ્પો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ બે T20 ટીમો બનાવીને એક સમયે બે અલગ દેશો સામે સિરીઝ રમવાનો વિચાર કરી રહ્યું છે. આ અહેવાલો પર રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘આ વાત સાચી હશે તો ભારતીય કૅપનું મૂલ્ય શું હશે? એ કૅપ પ્રત્યે સન્માન નહીં બચશે. ભારતીય કૅપ પહેરવી એ ખૂબ જ ગર્વની ક્ષણ હોવી જોઈએ. ભારતીય ટીમની કૅપ મૂલ્યવાન હોવી જોઈએ. તમારે આડેધડ ભારતની કૅપ્સ મફતમાં ન વહેંચવી જોઈએ.’ જો તમે યંગ પ્લેયર્સને અનુભવ આપવા ઇચ્છતા હો તો ઇન્ડિયા-A ટીમની ટૂર પર મોકલો. એ મૅચોનું પ્રસારણ કરો જેથી ભારતના લાખો લોકો આ યંગ પ્લેયર્સને રમતા જોઈ શકે. - રવિચન્દ્રન અશ્વિન

ravichandran ashwin indian cricket team t20 international sports news sports