આજથી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટના રોમાંચનો થશે પ્રારંભ

24 September, 2026 02:34 PM IST  |  Nisshin | Gujarati Mid-day Correspondent

ભારત સહિત ૪ ટીમો ડાયરેક્ટ ક્વૉર્ટર ફાઇનલ રમશે

પ્રતીકાત્મક તસવીર

જપાનના કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કમાં આજથી એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટ ઇવેન્ટનો પ્રારંભ થશે. આ ઇવેન્ટની સેમી-ફાઇનલ મૅચો એક ઑક્ટોબરે અને ગોલ્ડ, બ્રૉન્ઝ મેડલ મૅચો ત્રણ ઑક્ટોબરે રમાશે. 
૨૬ સપ્ટેમ્બરે ૬ ટીમોનો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ પૂરો થયા પછી ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરે ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ રમાશે. પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને બંગલાદેશ ગ્રુપ A અને Bની ટૉપ ટૂ ટીમો સાથે ટકરાશે. ૨૦૧૦, ૨૦૧૪ અને ૨૦૨૨ની મેન્સ ક્રિકેટ ઇવેન્ટની ફાઇનલમાં ત્રણેય વખત અફઘાનિસ્તાન રનરઅપ રહીને સિલ્વર મેડલ જીત્યું છે; બંગલાદેશ, શ્રીલંકા અને ભારત અનુક્રમે ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં છે. પહેલી સીઝનમાં પાકિસ્તાન અને અંતિમ બે સીઝનમાં બંગલાદેશ ત્રીજા ક્રમે રહીને બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું. 

મેન્સ ક્રિકેટ ઇવેન્ટના ગ્રુપ-સ્ટેજનું શેડ્યુલ

૨૪ સપ્ટેમ્બર : જપાન VS અફઘાનિસ્તાન 
૨૪ સપ્ટેમ્બર : હૉન્ગકૉન્ગ VS મલેશિયા 
૨૫ સપ્ટેમ્બર : હૉન્ગકૉન્ગ VS ઓમાન 
૨૫ સપ્ટેમ્બર : અફઘાનિસ્તાન VS નેપાલ 
૨૬ સપ્ટેમ્બર : જપાન VS નેપાલ
૨૬ સપ્ટેમ્બર : મલેશિયા VS ઓમાન 

asian games team india pakistan sri lanka cricket news sports news sports