20 November, 2026 09:42 AM IST | Ahemdabad | Gujarati Mid-day Correspondent
ટ્રેવિસ હેડ
૨૦૨૩ની ૧૯ નવેમ્બરે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. ગઈ કાલે કાંગારૂઓની આ જીતની ત્રીજી વર્ષગાંઠ હતી. આ અવસરે કાંગારૂ ઓપનર ટ્રૅવિસ હેડે વિચિત્ર પોસ્ટ શૅર કરીને ભારતીય ફૅન્સને ચીડવ્યા હતા.
વર્લ્ડ કપ જીતની ઉજવણીના ફોટો શૅર કરીને ટ્રૅવિસ હેડે પોસ્ટના કૅપ્શનમાં માત્ર ‘હૅપી બર્થ-ડે’ લખ્યું હતું. ફોટો અને કૅપ્શનમાં કોઈ સમાનતા ન હોવાથી ભારતીય ફૅન્સે પોસ્ટના કમેન્ટ બૉક્સમાં લખ્યું કે ‘તમે હવે જરા ૨૦૨૭ના વર્લ્ડ કપમાં મળજો.’ ૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રૅવિસ હેડ ૧૨૦ બૉલમાં ૧૩૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.