13 December, 2025 09:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ડર-19 કૅપ્ટન આયુષ મ્હાત્રેએ રોહિત શર્મા સાથે મુંબઈની ટીમમાં એકસાથે રમવાની ઇચ્છા વ્યક્ત કરી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં સુપર લીગ રાઉન્ડની શરૂઆત પહેલાં હાઇએસ્ટ ૩૨૫ રન ફટકારનાર આયુષ મ્હાત્રે હાલમાં અન્ડર-19 એશિયા કપમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. વિરાટ કોહલી અને રિષભ પંતની જેમ રોહિત શર્મા પણ આગામી વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફી રમવા ઊતરે એવી શક્યતા છે. તેથી આયુષ મ્હાત્રેએ મુંબઈના સ્ટાર બૅટર રોહિત શર્મા સાથે રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
૧૮ વર્ષનો આયુષ મ્હાત્રે કહે છે, ‘હું બાળપણથી રોહિતને જોઈને મોટો થયો છું. તે મારો આઇડલ છે. હું તેની સાથે વાત કરું છું અને તેના સંપર્કમાં રહું છું. મેં તેની પાસેથી શીખ્યું કે તે પુલ શૉટ કેવી રીતે પ્રૅક્ટિસ કરે છે. જોકે મને હજી સુધી તેની સાથે રમવાની તક મળી નથી. જો તે મુંબઈ માટે રમવા આવે છે તો તેની સાથે બૅટિંગ કરવાનું મારું સપનું આખરે સાકાર થઈ શકે છે.`