સાઉથ આફ્રિકા સામે ઇનિંગ્સની હારથી બચી ગયું બંગલાદેશ

24 October, 2024 11:49 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં ૧૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ યજમાન ટીમે અંતે ૮૧ રનની લીડ મેળવી

૧૭૧ બૉલમાં ૮૭ રન ફટકારનાર બંગલાદેશનો મેહદી હસન બીજી ટેસ્ટ-સેન્ચુરીથી માત્ર ૧૩ રન દૂર છે.

સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે બંગલાદેશની ટીમે ૮૧ રનની લીડ મેળવી લીધી છે. દિવસની શરૂઆત ત્રણ વિકેટે ૧૦૧ રનથી કરીને યજમાન ટીમે શરૂઆતમાં ૧૧ રનમાં વધુ ત્રણ વિકેટના નુકસાન છતાં સાત વિકેટે ૨૮૩ રન ફટકાર્યા હતા. મેહદી હસને અણનમ ૮૭ રનની ઇનિંગ્સ રમીને ટીમને ઇનિંગ્સ હારમાંથી બચાવી લીધું હતું. તેણે ઝાકિર અલી( ૫૮ રન) સાથે મળીને સાતમી વિકેટ માટે ૧૩૮ રનની પાર્ટનરશિપ કરી હતી. તે આજે નઈમ હસન( ૧૬ રન) સાથે ચોથા દિવસની રમતની શરૂઆત કરશે. 

ઢાકામાં વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે રમત બંધ કરવામાં આવી હતી, જેને કારણે ત્રીજા દિવસે ૫૭.૫ ઓવર્સ રમાઈ હતી. આજે ચોથા દિવસની રમત ૧૫ મિનિટ વહેલી એટલે કે સવારે ૯.૪૫ વાગ્યાથી શરૂ થઈ જશે.

bangladesh south africa test cricket dhaka cricket news sports news sports