18 May, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ
સિલહટમાં ગઈ કાલે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસના અંતે બંગલાદેશે ૧૫૬ રનની શાનદાર લીડ મેળવી હતી. બંગલાદેશે લિટન દાસના ૧૨૬ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૭૭ ઓવરમાં ૨૭૮-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાન ૫૭.૪ ઓવરમાં ૨૩૨ રને ઢેર થયું હતું. ૪૬ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સની શરૂઆત કરનાર બંગલાદેશે દિવસના અંતે ૨૬.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૧૦ રન કર્યા હતા. પાકિસ્તાનની બૅટિંગ વખતે ચોથા ક્રમે રમી રહેલા બાબર આઝમે ૫૦+ રન કર્યા હતા. તેણે ૧૦ ફોરની મદદથી ૮૪ બૉલમાં ૬૮ રન કર્યા હતા. સ્પિનર તૈજુલ ઇસ્લામ અને ફાસ્ટ બોલર નાહિદ રાણાએ બંગલાદેશ માટે ૩-૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર તસ્કીન અહમદ અને સ્પિનર મહેંદી હસન મિરાઝને પણ બે-બે સફળતા મળી હતી. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં બંગલાદેશ ૧-૦થી આગળ છે.