બંગલાદેશના કૅપ્ટન્સ માટે અનેક લાભો આપતું લાઇફટાઇમ કૅપ્ટન્સ કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું

18 April, 2026 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ ક્રિકેટ બોર્ડે હાલમાં રાષ્ટ્રીય ટીમના વર્તમાન અને ભૂતપૂર્વ કૅપ્ટન્સ માટે લાઇફટાઇમ ‘કૅપ્ટન્સ કાર્ડ’ રજૂ કર્યું છે.

કૅપ્ટન્સ કાર્ડ સાથે બંગલાદેશનું નેતૃત્વ કરી ચૂકેલા ૨૧ કૅપ્ટન્સ એકસાથે જોવા મળ્યા

બંગલાદેશ ક્રિકેટ બોર્ડે હાલમાં રાષ્ટ્રીય ટીમના વર્તમાન અને ભૂતપૂર્વ કૅપ્ટન્સ માટે લાઇફટાઇમ ‘કૅપ્ટન્સ કાર્ડ’ રજૂ કર્યું છે. ભૂતપૂર્વ કૅપ્ટન અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડના યુવા પ્રેસિડન્ટ તમીમ ઇકબાલે કૅપ્ટનોનું સન્માન કરવા માટે આ પહેલનું નેતૃત્વ કર્યું છે. વર્ષ ૧૯૭૭થી કૅપ્ટન્સી કરનાર ૨૭  પુરુષ અને છ મહિલા કૅપ્ટન્સને વિવિધ લાભો આપતાં લાઇફટાઇમ કૅપ્ટન્સ કાર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. ૨૧ જેટલા કૅપ્ટન્સ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કૅપ્ટન્સ કાર્ડ બંગલાદેશમાં યોજાનારી તમામ ક્રિકેટ ઇવેન્ટ્સ માટે આજીવન પ્રવેશ પાસ તરીકે ચાલશે જેમાં ઇન્ટરનૅશનલ મૅચ, ICC અને ACC ટુર્નામેન્ટ્સ, બંગલાદેશ પ્રીમિયર લીગ અને સ્થાનિક મૅચોનો સમાવેશ થાય છે. વર્તમાન રાષ્ટ્રીય ટીમના ક્રિકેટરોની જેમ આરોગ્ય વીમા કવરેજ પણ મળશે. જો જરૂર પડશે તો બોર્ડ વિદેશમાં તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં પણ મદદ કરશે.

bangladesh cricket news sports news international news news