19 May, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુશફિકુર રહીમ
બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે બંગલાદેશે મહેમાન ટીમ પાકિસ્તાન સામે ૪૩૭ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૨૭૮ રન કરનાર બંગલાદેશે બીજી ઇનિંગ્સમાં ૧૦૨.૨ ઓવરમાં ૩૯૦-૧૦નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં માંડ-માંડ ૨૩૨ રન કરનાર પાકિસ્તાને ગઈ કાલે ત્રીજા દિવસને અંતે બે ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર એક પણ રન કર્યો નહોતો. બંગલાદેશ વતી પાંચમા ક્રમે રમી રહેલા મુશફિકુર રહીમે ૨૩૩ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સની મદદથી ૧૩૭ રન ફટકાર્યા હતા. બંગલાદેશ માટે સૌથી વધુ 14 ટેસ્ટ-સદી ફટકારનાર બૅટર બન્યો મુશફિકુર રહીમ.