11 September, 2026 07:27 AM IST | Beed | Gujarati Mid-day Correspondent
ખુલ્લા પગે મૅરથૉન દોડતાં રમાબાઈ.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ ગામનાં ૪૭ વર્ષનાં સિંગલ મધર રમાબાઈ રણવીરનો એક વિડિયો હાલમાં ભારે વાઇરલ થયો હતો. રમાબાઈ પોતાની દીકરીઓના શિક્ષણ માટે પૈસા ભેગા કરવાના હેતુથી ખુલ્લા પગે મૅરથૉન દોડીને ૩૦૦૦ રૂપિયાનો પુરસ્કાર જીત્યાં હતાં.
ડાબેથી રમાબાઈ, તેમની બે દીકરીઓ અને મૅરથૉનની આયોજક સમિતિનો સભ્ય શૂઝની જોડીઓ સાથે.
સિંગલ મધર રમાબાઈની દૃઢ ઇચ્છાશક્તિ અને સંઘર્ષની વાત સ્થાનિક અધિકારીઓ અને દેશના નેતાઓ સહિત સ્પોર્ટ્સ-જગત સુધી પણ પહોંચી હતી. એનાથી પ્રભાવિત થઈને સચિન તેન્ડુલકરે રમાબાઈને રનિંગ શૂઝની જોડી ભેટ આપીને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રમાબાઈ પાસે ફોન ન હોવાથી સચિનની ટીમે અંબાજોગાઈમાં પહોંચીને તેમની દીકરીઓને પણ શૂઝ ભેટમાં આપ્યાં હતાં. આ શૂઝ સચિનની કંપની Ten X Youના હતા.