25 October, 2025 09:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહસિન નકવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. અહેવાલ અનુસાર તેમણે એશિયા કપ ટ્રોફીને દુબઈમાં ACCના મુખ્યાલયમાંથી લઈને અબુ ધાબીમાં એક અજાણ્યા સ્થળે છુપાવી દીધી છે.
એશિયા કપ ફાઇનલ બાદ ભારતીય પ્લેયર્સે તેમના હાથે ટ્રોફી ન સ્વીકારી ત્યારથી મોહસિન નકવીએ ટ્રોફીને ACCના મુખ્યાલયમાં રાખી હતી અને તેમની પરવાનગી વિના ત્યાંથી હટાવવાની ના પાડી દીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં ACCને ઈ-મેઇલ કરીને ટ્રોફી સોંપવા માટે છેલ્લી ચેતવણી આપી છે. યોગ્ય જવાબ ન મળવાના કિસ્સામાં ભારતીય બોર્ડ ઇન્ટરનૅશનલ ક્રિકેટ બોર્ડ (ICC) સામે ઑફિશ્યલ ફરિયાદ નોંધાવશે.