✕

BCCI પ્રમુખ મિથુન મન્હાસે રોહિત-વિરાટની ૨૦૨૭ના વર્લ્ડ કપ માટેની પસંદગી વિશે કહ્યું.સિલેક્શન માટેનો માપદંડ ફિટન

14 October, 2026 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન-ડે વર્લ્ડ કપ 2027 દરમ્યાન રોહિત શર્મા ૪૦ વર્ષનો અને વિરાટ કોહલી ૩૯મી વર્ષગાંઠ ઊજવવાને  આરે હશે. 

મિથુન મન્હાસ

વન-ડે વર્લ્ડ કપ 2027ના એક વર્ષ પહેલાંથી જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ રહેશે કે નહીં એની સતત ચર્ચા થઈ રહી છે. ભારતીય બૅટ્સમૅનોની નવી પેઢી વન-ડે ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેમના સ્થાન વિશે પ્રશ્નો ઊભા થયા છે. 

આ બાબતે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું, ‘હું આ વિશે કોઈ કમેન્ટ કરવાની સ્થિતિમાં નથી, કારણ કે આ બધું પસંદગીકારો અને કોચ પર નિર્ભર કરે છે. પરંતુ મારા મતે પસંદગી માટેનો માપદંડ ફિટનેસ અને પ્રદર્શન હોવો જોઈએ, ઉંમર નહીં.’
મિથુન મન્હાસ આગળ કહે છે, ‘જો કોઈ ખેલાડી રમવા માટે ફિટ હોય અને તે સારું પ્રદર્શન કરીને દેશ માટે મૅચ જીતાડતો હોય તો એ જ એકમાત્ર માપદંડ છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.`

વન-ડે વર્લ્ડ કપ 2027 દરમ્યાન રોહિત શર્મા ૪૦ વર્ષનો અને વિરાટ કોહલી ૩૯મી વર્ષગાંઠ ઊજવવાને આરે હશે. 

mithun manhas virat kohli rohit sharma sports sports news indian cricket team cricket news