ઇંગ્લૅન્ડની નાઇટક્લબમાં રગ્બી ખેલાડી સાથે ઝપાઝપી કરીને વિવાદમાં ફસાયા બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સન

10 June, 2026 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટના મેદાનની બહાર અંગ્રેજ ક્રિકેટર્સના ગેરવર્તનનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. હાલમાં ઇંગ્લૅન્ડની એક નાઇટક્લબમાંથી બહાર આવ્યા બાદ કૅપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનનો એક રગ્બી ખેલાડી સાથેના ઝઘડાનો વિડિયો વાઇરલ થયો છે.

રગ્બી ખેલાડી સાથે ઝપાઝપી કરીને વિવાદમાં ફસાયા બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સન

ક્રિકેટના મેદાનની બહાર અંગ્રેજ ક્રિકેટર્સના ગેરવર્તનનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. હાલમાં ઇંગ્લૅન્ડની એક નાઇટક્લબમાંથી બહાર આવ્યા બાદ કૅપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનનો એક રગ્બી ખેલાડી સાથેના ઝઘડાનો વિડિયો વાઇરલ થયો છે. આ CCTV ફૂટેજમાં કોઈ બાબતે ત્રણેય વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી હતી. આ ઘટના સમયે ક્રિકેટ બોર્ડનો એક સુરક્ષા ગાર્ડ પણ સામેલ હતો.

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ ઘટના વિશે કહ્યું છે કે ‘બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સન સામે ટીમ પ્રોટોકૉલના ભંગની તપાસ શરૂ કરવામાં આવી છે. શક્ય હોય ત્યારે અમે વધુ અપડેટ આપીશું. અમે હાલમાં વધુ માહિતી મેળવી રહ્યા છીએ અને ૧૭ જૂનથી શરૂ થતી બીજી ટેસ્ટ-મૅચ માટે ટીમ વિશેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.’

સપ્ટેમ્બર ૨૦૧૭માં એક નાઇટક્લબની બહાર થયેલી બોલાચાલી બાદ બેન સ્ટોક્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં ઑસ્ટ્રેલિયા-ટૂર પર બ્રેક સમયે અંગ્રેજ ખેલાડીઓએ વધુ પડતો દારૂ પીધો છે એવી ફરિયાદની તપાસ શરૂ થઈ હતી. ગયા ઑક્ટોબરમાં ન્યુ ઝીલૅન્ડ-ટૂર સમયે નાઇટક્લબના બાઉન્સર સાથેની લડાઈને કારણે હૅરી બ્રૂકે માફી માગીને દંડ પણ ભરવો પડ્યો હતો. 

ben stokes england cricket news sports news news