બેંગલુરુની દુર્ઘટનાના ૮૪ દિવસ બાદ RCBએ મૌન તોડ્યું, ફેન્સ માટે શરુ કરી નવી પહેલ

28 August, 2025 12:13 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

Bengaluru Stampede: રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટાઇટલ ઉજવણીમાં થયેલી ભયાનક ભાગદોડ બાદ સોશિયલ મીડિયા પર ત્રણ મહિનાનું મૌન તોડ્યું; ફેન્સ માટે શરુ કરેલી પહેલની આપી માહિતી

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની ફાઇલ તસવીર

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની સોSfyલ મીડિયા ટીમે ૪ જૂનના રોજ ગાર્ડન સિટીના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium)ની બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા ૧૧ લોકોના પરિવારોને નાણાકીય સહાયની જાહેરાત કર્યાના ૮૪મા દિવસે આખરે સોશ્યલ મીડિયા પર કંઈક પોસ્ટ કર્યું. હજારો ચાહકો બેંગલુરુ (Bengaluru)ના રસ્તાઓ અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નવા IPL ચેમ્પિયન, તેમના પ્રિય RCBની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે મોટી દુર્ઘટના ઘટી હતી.૮

ઇન્ડિયન પ્રમિયર લીગ (Indian Premiere League)ની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL ટાઇટલની રાહ આખરે ૧૮ વર્ષ પછી ગત સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)માં 3 જૂનના રોજ સમાપ્ત થઈ, જ્યારે તેમણે પંજાબ કિંગ્સ (Punjab Kings)ને છ રનથી હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. આ ખુશીના પ્રસંગને તેમના ચાહકો સાથે ઉજવવા માટે, ફ્રેન્ચાઇઝીએ બેંગલુરુ ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી. જોકે, આ ઉજવણી એક અણધારી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે સ્ટેડિયમની બહાર એક જીવલેણ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં ૧૧ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૫૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. ખરાબ રીતે સંચાલિત ઇવેન્ટનું આયોજન કરવા બદલ વિશ્વભરમાંથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે RCB પર આકરી ટીકા, FIR અને આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટના થઈ ત્યારથી ફ્રેન્ચાઇઝીએ સોશ્યલ મીડિયા (Social Media) પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું.

દુર્ઘટનાના ૮૪ દિવસ પછી આરબીએ સોશ્યલ મીડિયાની ચુપકીદી તોડી છે. બેંગલુરુ સ્થિત ફ્રેન્ચાઇઝીએ આખરે પોતાનું મૌન તોડ્યું અને એક્સ (X) જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું તેના પર "RCB CARES" ના લોન્ચની જાહેરાત કરી, જેનો હેતુ તેમના ચાહકોની ફરિયાદો અને સમસ્યાઓનો સામનો કરવાનો છે. તેમેણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘પ્રિય ૧૨મા મેન આર્મી, આ તમને અમારો હૃદયસ્પર્શી પત્ર છે! અમે અહીં છેલ્લે પોસ્ટ કર્યાને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે. મૌન ગેરહાજરી ન હતી. તે દુઃખ હતું. આ જગ્યા એક સમયે ઊર્જા, યાદો અને ક્ષણોથી ભરેલી હતી જેનો તમે સૌથી વધુ આનંદ માણ્યો હતો.. પરંતુ ૪ જૂને બધું બદલી નાખ્યું. તે દિવસે અમારા હૃદય તૂટી ગયા, અને ત્યારથી મૌન જગ્યા જાળવી રાખવાનો અમારો માર્ગ બની ગયું છે. તે મૌનમાં, અમે શોક કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ. અને ધીમે ધીમે, અમે ફક્ત પ્રતિભાવ કરતાં કંઈક વધુ બનાવવાનું શરૂ કર્યું છે. કંઈક એવું જેના પર અમે ખરેખર વિશ્વાસ કરીએ છીએ.’

આગળ લખ્યું છે કે, ‘આ રીતે RCB CARES જીવંત થયું. તે આપણા ચાહકોને સન્માન આપવાની, સાજા કરવાની અને તેમની પડખે ઊભા રહેવાની જરૂરિયાતમાંથી ઉભરી આવ્યું. આપણા સમુદાય અને ચાહકો દ્વારા આકાર પામેલા અર્થપૂર્ણ કાર્ય માટેનું એક પ્લેટફોર્મ. આજે આપણે આ ક્ષેત્રમાં પાછા ફરીએ છીએ, ઉજવણી સાથે નહીં પણ કાળજી સાથે. શેર કરવા માટે. તમારી સાથે ઊભા રહેવા માટે. સાથે મળીને આગળ વધવા માટે. કર્ણાટકનું ગૌરવ બનવાનું ચાલુ રાખવા માટે. RCB CARES. અને અમે હંમેશા રહીશું. વધુ વિગતો ટૂંક સમયમાં...’

આ પહેલા ૫ જૂનના રોજ RCBનું છેલ્લું પોસ્ટ હતું. જેમા તેમણે ભાગદોડ દરમિયાન જીવ ગુમાવનારા તમામ અગિયાર લોકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનું વચન આપ્યું હતું.

royal challengers bangalore bengaluru m chinnaswamy stadium indian premier league IPL 2025 social media cricket news sports sports news