એક સીઝનમાં બે અલગ-અલગ ટીમ વતી પચીસથી વધારે વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર પ્રથમ ભારતીય

28 May, 2026 02:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૭માં હૈદરાવાદ વતી તેણે ૧૪ મૅચમાં ૨૬ અને આ સીઝનમાં બૅન્ગલોર માટે ૧૫ મૅચમાં ૨૬ વિકેટ લીધી છે

ભુવનેશ્વર કુમાર

૩૯ વર્ષના ભુવનેશ્વર કુમારે મંગળવારે ક્વૉલિફાયર 1માં ફૉર્મ જાળવી રાખીને ૪ ઓવરમાં ૨૮ રનમાં બે વિકેટ લીધી હતી. તેણે ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલને ક્લીન બોલ્ડ કરીને ટીમની જીત પાકી કરવા ઉપરાંત વધુ એક કમાલ તેના નામે કરી લીધી હતી. ગિલની વિકેટ તેની આ સીઝનની પચીસમી વિકેટ હતી અને એ સાથે IPLમાં બે અલગ-અલગ ટીમ વતી એક સીઝનમાં ૨૫ કે એથી વધુ વિકેટ લેનાર તે પ્રથમ ભારતીય અને ઓવરઑલ બીજો બોલર બની ગયો હતો. આ પહેલાં આવી કમાલ સાઉથ આફ્રિકન પેસ બોલર કૅગિસો રબાડાએ કરી છે. તેણે ૨૦૧૯ અને ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ વતી અને આ વર્ષે ગુજરાત ટાઇટન્સ વતી રમીને પચીસથી વધુ વિકેટ લીધી છે. ભુવીએ આ પહેલાં ૨૦૧૭માં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ૧૪ મૅચમાં હાઇએસ્ટ ૨૬ વિકેટ સાથે પર્પલ કૅપ જીતી હતી. મંગળવારે ભુવીએ ગિલ બાદ રાહુલ તેવટિયાની પણ વિકેટ લીધી હતી અને એ સાથે કૅગિસો રબાડા સાથે જોઇન્ટ હાઇએસ્ટ વિકેટ સાથે પર્પલ કૅપ પાછી મેળવી લીધી હતી. IPL ઇતિહાસમાં અત્યાર સુધી કુલ 16 બોલરોએ એક સીઝનમાં ૨૫ કે એથી વધુ વિકેટ લેવાની કમાલ કરી છે. એમાં રબાડા, ભુવી અને ડ્વેઇન બ્રાવોએ એકથી વધુ સીઝનમાં એવું કર્યું છે.

bhuvneshwar kumar IPL 2026 sports news sports cricket news royal challengers bangalore