રાયપુરમાં જીત બાદ મિડલ ફિંગર દેખાડનાર ટિમ ડેવિડને મૅચ-ફીના ૩૦ ટકાનો દંડ થયો

13 May, 2026 03:17 PM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

રાયપુરમાં પહેલી વખત કલકત્તા અને બૅન્ગલોરની ટક્કર થશે. કલકત્તા અહીં ૨૦૧૩માં એકમાત્ર મૅચ દિલ્હી સામે રમ્યું હતું અને સાત વિકેટે જીત મેળવી હતી. બૅન્ગલોરે ૨૦૧૬માં દિલ્હી અને ૨૦૨૬માં મુંબઈ સામે રમેલી બન્ને મૅચમાં જીત નોંધાવી છે. 

ટિમ ડેવિડ

રવિવારે છત્તીસગઢના રાયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની અંતિમ બૉલની દિલધડક જીત બાદ ઑલરાઉન્ડર ટિમ ડેવિડ ચર્ચામાં હતો. મુંબઈ સામે કૉર્બિન બૉશની ઓવરમાં પહેલા જ બૉલે કૅચઆઉટ થયા બાદ ટિમ ડેવિડે મેદાનમાંથી ડગઆઉટ તરફ ગ્લવ્ઝ ફેંક્યાં હતાં. તે જીત બાદ મેદાન તરફથી હરીફ ટીમને બન્ને હાથની મિડલ ફિંગર દેખાડતો જોવા મળ્યો હતો.
IPL આચારસંહિતાની કલમ ૨.૬ અનુસાર અશ્લીલ અને અપમાનજનક હાવભાગનો ઉપયોગ કરવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો છે. તેને 
મૅચ-ફીના ૩૦ ટકાના દંડ સાથે બે ડીમેરિટ પૉઇન્ટ પણ મળ્યા છે. આ સીઝનમાં અગાઉ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામેની મૅચ દરમ્યાન પણ અમ્પાયર્સની વિનંતી છતાં બૉલ ન આપવા બદલ ટિમ ડેવિડને મૅચ-ફીના પચીસ ટકાના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો હતો.

આજે પ્લેઑફની રેસમાં ટકી રહેવા આતુર કલકત્તાની બૅન્ગલોર સામે અગ્નિપરીક્ષા: રાયપુરમાં બૅન્ગલોર અંતિમ હોમ-મૅચ રમશે, અહીં બૅન્ગલોર-કલકત્તા એક પણ મૅચ નથી હાર્યું

IPL 2026ની ૫૭મી મૅચ આજે રાયપુરમાં રમાશે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ આજે રાયપુરમાં બીજી અને આ સીઝનની છેલ્લી હોમ-મૅચ રમશે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સની સીઝનની આ પહેલી અને એકમાત્ર ટક્કર બનશે. ૧૧ મૅચમાં સાત જીત, ચાર હાર અને ૧૪ પૉઇન્ટ ધરાવતી રજત પાટીદાર ઍન્ડ કંપની આજે ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફની દાવેદારી મજબૂત કરવા ઊતરશે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કલકત્તાની ટીમને પ્લેઑફમાં એન્ટ્રી માટે હવે બાકીની ચારેય મૅચમાં જીતવું જરૂરી બન્યું છે. તેઓ ૧૦ મૅચમાં ૪ જીત, પાંચ હાર, એક નો-રિઝલ્ટ મૅચ અને ૯ પૉઇન્ટ સાથે હાલમાં આઠમા ક્રમે છે. સતત બે હાર બાદ બૅન્ગલોરે રવિવારે મુંબઈને રાયપુરમાં હરાવીને શાનદાર કમબૅક કર્યું હતું. પહેલી ૬ મૅચમાં પરાજિત રહેનાર કલકત્તા છેલ્લી ચાર મૅચથી સતત જીતી રહ્યું છે. 


ગઈ કાલે પ્રૅક્ટિસ વખતે કોલકાતા નાઇટ રા​ઇડર્સનો ભરોસેમંદ ઑલરાઉન્ડર સુનીલ નારાયણ અને પ્રૅક્ટિસ દરમ્યાન બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારની બૅટિંગને જોઈ રહેલો બૅટિંગ કોચ દિનેશ કાર્તિક.

રાયપુરમાં પહેલી વખત કલકત્તા અને બૅન્ગલોરની ટક્કર થશે. કલકત્તા અહીં ૨૦૧૩માં એકમાત્ર મૅચ દિલ્હી સામે રમ્યું હતું અને સાત વિકેટે જીત મેળવી હતી. બૅન્ગલોરે ૨૦૧૬માં દિલ્હી અને ૨૦૨૬માં મુંબઈ સામે રમેલી બન્ને મૅચમાં જીત નોંધાવી છે. 

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 
મૅચ ૩૬
કલકત્તાની જીત ૨૦
બૅન્ગલોરની જીત ૧૫
નો-રિઝલ્ટ

હું ભારતીય ટીમમાં વાપસી વિશે બિલકુલ વિચારી નથી રહ્યો : ભુવનેશ્વર કુમાર

IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં વાપસી માટે વધી રહેલા અવાજો વચ્ચે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ ચર્ચા અંગે શાંત અને સ્થિર દૃષ્ટિકોણ અપનાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી વિશેની ચર્ચા વિશે ૩૬ વર્ષનો ભુવી કહે છે, ‘હું ભારતીય ટીમમાં વાપસી વિશે બિલકુલ વિચારી રહ્યો નથી. ઘણાં વર્ષોથી મેં ભવિષ્યનાં લક્ષ્યો નક્કી કરવાનું કે એમના વિશે વિચારવાનું બંધ કર્યું છે, કારણ કે જ્યારે પણ મેં આવું કર્યું ત્યારે એનાથી મને કોઈ ફાયદો થયો નથી.’ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે IPL 2026માં ૧૧ મૅચમાં ૨૧ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર વધુમાં કહે છે, ‘હું ખુશ છું કે મેં ૨૦૦ મૅચ રમી છે અને પાવરપ્લે અને ડેથ ઓવરોમાં આટલી બધી વિકેટો લીધી છે. મને લાગે છે કે આ બધું છેલ્લાં ઘણાં વર્ષોમાં મેં કરેલી મહેનતનું ફળ છે. મારી કરીઅરમાં કેટલાંક સારાં વર્ષો અને કેટલાંક ખરાબ વર્ષો પણ જોવા મળ્યાં છે. સાચું કહું તો મને હાલમાં કંઈ ખાસ થયું હોવાનો અનુભવ નથી થતો. બધું સામાન્ય લાગે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કદાચ આ બધી યાદો મને સારી રીતે કામ લાગશે.’ IPLની ૨૦૧ મૅચમાં ભુવનેશ્વર કુમાર ૨૧૯ વિકેટ લઈને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૨૨૯ વિકેટ) બાદ ટુર્નામેન્ટનો બીજો હાઇએસ્ટ વિકેટટેકર બોલર છે. ૨૦૧૨થી ૨૦૨૨ વચ્ચે ભારત માટે ત્રણેય ફૉર્મેટ મળીને ૨૨૯ મૅચ રમીને ૨૯૪ વિકેટ લીધી છે.
royal challengers bangalore kolkata knight riders IPL 2026 raipur cricket news sports sports news