20 October, 2025 07:04 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ટૂંક સમયમાં જ ઇન્દોરની વહુ બનશે
બૉલીવુડના મ્યુઝિક-દિગ્દર્શક અને ફિલ્મમેકર પલાશ મુચ્છલે ભારતીય ક્રિકેટર સ્મૃતિ માન્ધના સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા અંગેની પુષ્ટિ કરી છે. ઇન્દોરમાં જન્મેલો ૩૦ વર્ષનો પલાશ ઘણા સમયથી સ્મૃતિનો બૉયફ્રેન્ડ છે, પણ બન્નેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધની પુષ્ટિ કરી નથી.
હાલમાં એક ઇવેન્ટમાં જ્યારે તેમની વચ્ચેની યાદો અને સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પલાશે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ઇન્દોરની વહુ બનશે એટલું જ હું કહેવા માગું છું. મુંબઈમાં જન્મેલી ૨૯ વર્ષની સ્મૃતિ હાલમાં ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન છે.