બ્રૅડ હૉગને લાગે છે કે અશ્વિન તોડી શકે છે મુરલીધરનનો 800 ટેસ્ટ વિકેટનો રેકૉર્ડ

30 May, 2021 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગને લાગે છે કે ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિની અત્યારે દુનિયાનો બેસ્ટ ઑફ સ્પિનર છે. તેને લાગે છે કે અશ્વિન શ્રીલંકન લેજન્ડ સ્પિનર મુથૈયા મુરલિધરણનો ૮૦૦ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ પણ તોડી શકે એમ છે.

રવિચન્દ્રન અશ્વિન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગને લાગે છે કે ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની અત્યારે દુનિયાનો બેસ્ટ ઑફ સ્પિનર છે. તેને લાગે છે કે અશ્વિન શ્રીલંકન લેજન્ડ સ્પિનર મુથૈયા મુરલિધરણનો ૮૦૦ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ પણ તોડી શકે એમ છે. 

એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમ્યાન હૉગે કહ્યું હતું કે, જેમ-જેમ ઉંમર વધતી જાય છે એમ એમ અશ્વિન વધારે ખીલતો જાય છે. તેણે છેલ્લા થોડા સમયમાં તેની રમતમાં ખૂબ જ સુધારો કર્યો છે. અશ્વિન અત્યારે ૩૪ વર્ષનો છે અને તેણે ૭૮ ટેસ્ટમાં ૪૦૯ વિકેટ લીધી છે અને તે ૪૨ વર્ષની ઉંમર સુધી રમી શકે એમ છે. આથી મને ખાતરી છે કે ઓછામાં ઓછી ૬૦૦ વિકેટની આસપાસ લેશે જ. એ  શ્રીલંકાના મુથૈયા મુરલીધરનનો ૮૦૦ ટેસ્ટ-વિકેટનો રેકૉર્ડ પણ તે કદાચ તોડી શકે છે. એક ક્રિકેટ તરીકે એનામાં વિકેટો લેવાની ભૂખ અને દરેક પરિસ્થિતિઓમાં ઍડજસ્ટ થવાની એની કળાને લીધે મને બહુ દમદાર લાગે છે.’

થોડા સમય પહેલા ઑસ્ટ્રેલિયામાં કરેલા લાજવાબ ઑલરાઉન્ડ પફોર઼્મન્સ કરતા સિડની ટેસ્ટ બચાવી હતી અને ચાર મૅચની એ સિરીઝમાં ૩૧ વિકેટો લીધી હતી. આ અંગે હૉગે કહ્યું હતું કે, ઑસ્ટ્રેલિયામા ટૂરમાં તેના એ પફોર઼્મન્સ બાદ મારા મનમાં તેનું સન્માન ખૂબ વધી ગયું છે કેમકે પીઠમાં અસહ્યય દુખાવા છતાં સિડની ટેસ્ટમાં અડિખમ ઉભા રહીને એણે ટીમને એ મૅચ બચાવવા મદદ કરી હતી.’ અશ્વિન અત્યારે ટીમ ઇન્ડિયા સાથે મુંબઈમાં એક હોટેલમાં ક્વૉરન્ટીન છે અને બીજી જૂને ઇંગ્લૅન્ડ રવાના થશે.

cricket news sports news sports muralitharan ravichandran ashwin