22 March, 2026 07:47 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
IPL 2026 ઑક્શનનો સૌથી મોંઘો ખેલાડી કૅમરન ગ્રીન KKRના કૅમ્પમાં જોડાયો
IPL 2026 માટેના મિની ઑક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે કૅમરન ગ્રીન પર સૌથી મોટી ૨૫.૨૦ કરોડ રૂપિયાની બોલી લગાડી હતી. ૬ ફુટ ૬ ઇંચનો આ ઑલરાઉન્ડર ગઈ કાલે KKRના કૅમ્પમાં જોડાયો હતો. ટીમમાં વધી રહેલી પ્લેયર્સની ઇન્જરીઓને કારણે ૨૬ વર્ષના આ ખેલાડી પર બૅટ અને બૉલ બન્નેથી શાનદાર પ્રદર્શન કરવાનું પ્રેશર રહેશે. IPL 2023માં તેણે મુંબઈ માટે ૧૬ મૅચ રમીને એક સદી અને બે ફિફ્ટીના આધારે ૪૫૨ રન કરવાની સાથે ૬ વિકેટ લીધી હતી. IPL 2024માં તેણે બૅન્ગલોરની ટીમ માટે ૧૩ મૅચમાં ૨૫૫ રન કરીને ૧૦ વિકેટ પણ લીધી હતી. રિષભ પંત (૨૭ કરોડ) અને શ્રેયસ ઐયર (૨૬.૭૫ કરોડ) બાદ તે આ ટુર્નામેન્ટનો સૌથી મોંઘો ત્રીજો પ્લેયર છે. IPL ઇતિહાસનો આ સૌથી મોંઘો વિદેશી પ્લેયર પણ છે.