બૅન્ગલોરમાં નાસભાગના મામલે પહેલી નજરે RCB દોષી

02 July, 2025 09:51 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

તેઓ ન તો દેવ છે કે ન તો જાદુગર કે ન તો તેમની પાસે અલાદીનના ચિરાગ જેવી કોઈ જાદુઈ શક્તિ છે જે ફક્ત આંગળી ઘસીને કોઈની ઇચ્છા પૂરી કરી શકે.

૪ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને પ્રથમ નજરે જવાબદાર ગણાવ્યું

સેન્ટ્રલ ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)એ ૪ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ને પ્રથમ નજરે જવાબદાર ગણાવ્યું છે. આ ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ટ્રિબ્યુનલે આ ઘટના બાદ સસ્પેન્ડ કરાયેલા ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ વિકાસ કુમાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. એના ચુકાદામાં CATએ પોલીસને નિર્દોષ જાહેર કરીને RCBના સંકલનના અભાવને અરાજકતા પાછળનું મુખ્ય પરિબળ ગણાવ્યું છે.

CATએ કહ્યું હતું કે ‘RCBની સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થયા હતા. પોલીસ વિભાગ પાસે આટલા ટૂંકા સમયગાળામાં આટલી મોટી ભીડનું સંચાલન કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ-કર્મચારીઓ પણ માણસો છે. તેઓ ન તો દેવ છે કે ન તો જાદુગર કે ન તો તેમની પાસે અલાદીનના ચિરાગ જેવી કોઈ જાદુઈ શક્તિ છે જે ફક્ત આંગળી ઘસીને કોઈની ઇચ્છા પૂરી કરી શકે.’

m chinnaswamy stadium royal challengers bangalore indian premier league IPL 2025 cricket news sports news sports