આપણે સતત ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, અમારી સફર લગભગ પૂરી થઈ ગઈ છે : રિઝવાન

25 February, 2025 12:08 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારત સામે દુબઈમાં ૨૪૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનનો કૅપ્ટન કહે છે, અમારી સફર લગભગ પૂરી થઈ ગઈ છે.

મોહમ્દ રિઝવાન

પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફીના લીગ-સ્ટેજ રાઉન્ડમાંથી બહાર થનારી પહેલી યજમાન ટીમ બનવા જઈ રહી છે. ભારત સામે દુબઈમાં ૨૪૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનનો કૅપ્ટન કહે છે, ‘અમારી સફર લગભગ પૂરી થઈ ગઈ છે. હવે આપણે અન્ય મૅચોનાં પરિણામો પર આધાર રાખવો પડશે. એક કૅપ્ટન તરીકે મને આ પ્રકારની પરિસ્થિતિ પસંદ નથી. આપણે આપણું ભાગ્ય પોતે જ લખવું જોઈતું હતું. અમે ચોક્કસપણે નિરાશ છીએ. અમે ત્રણેય વિભાગમાં ભૂલો કરી. અમે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા. અમે સતત એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ જે અમે પાછલી મૅચોમાં કરી હતી. અમે અમારી તરફથી પ્રયાસ કર્યો, પણ મને લાગે છે કે એ પૂરતો નહોતો, કારણ કે ભારતીય ટીમે અમારા કરતાં વધુ સારો પ્રયાસ કર્યો.’

પાકિસ્તાન ૨૭ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામે પોતાની અંતિમ અને ત્રીજી ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે.

champions trophy india pakistan international cricket council cricket news sports news sports