23 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેતેશ્વર પુજારા
સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (SCA)એ અનુભવી બૅટર ચેતેશ્વર પુજારાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. ગઈ સીઝનમાં ક્વૉર્ટર ફાઇનલમાં ગુજરાત સામે હારનાર સૌરાષ્ટ્ર માટે તેણે સાત મૅચમાં એક સદી અને ફિફ્ટીની મદદથી ૪૦૨ રન ફટકાર્યા હતા. તેણે હાલમાં ક્રિકેટના કૉમેન્ટેટર તરીકની પોતાની નવી જૉબ શરૂ કરી હતી.
મુંબઈના બૅટર અજિંક્ય રહાણેની જેમ ચેતેશ્વર પુજારા પણ જૂન ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે છેલ્લી મૅચ રમ્યો હતો. નૅશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી બન્ને અનુભવી બૅટર્સની જોડીને આગામી દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી.