20 March, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત આગરકરની ફાઇલ તસવીર
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યા છે. ૪૮ વર્ષના અજિત આગરકરે ક્રિકેટ બોર્ડને ચીફ સિલેક્ટર તરીકેનો તેનો કાર્યકાળ વન-ડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવાની વિનંતી કરી છે.
જુલાઈ ૨૦૨૩થી ચીફ સિલેક્ટરની જવાબદારી અજિત આગરકર સંભાળી રહ્યો છે. ગયા વર્ષે IPL 2025 પહેલાં તેને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેનો કાર્યકાળ જૂન ૨૦૨૬માં સમાપ્ત થશે. ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની જીત બાદ હવે તેને વધુ એક્સટેન્શન મળશે એવી શક્યતા છે.