02 December, 2025 12:27 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
ડાબેથી રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કોચ ઍન્ડી ફ્લાવર અને ફિલ સૉલ્ટે ટ્રોફી સાથે ફોટો પડાવ્યો
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી ફ્લાવરે કોચ તરીકે વધુ એક સિદ્ધિ મેળવી છે. રવિવારે અબુ ધાબી T10 લીગની ફાઇનલમાં UAE બુલ્સે એસ્પિન સ્ટૅલિયન્સને ૮૦ રને હરાવ્યું હતું. ૨૦૧૭થી રમાનારી આ ટુર્નામેન્ટમાં ઍન્ડી ફ્લાવરના કોચિંગમાં UAE બુલ્સ પોતાનું પહેલવહેલું ટાઇટલ જીત્યું હતું.
આ જ વર્ષે ઍન્ડી ફ્લાવરના કોચિંગ હેઠળ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) પહેલું IPL ટાઇટલ જીત્યું હતું. UAE બુલ્સની સ્ક્વૉડમાં ચૅમ્પિયન RCB ટીમના સભ્યો ફિલ સૉલ્ટ, ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ પણ સામેલ હતા. ૫૭ વર્ષના આ કોચે જીત બાદ આ ત્રણેય પ્લેયર સાથે અલગથી ટ્રોફી-ફોટોશૂટ કરાવ્યું હતું.