શાસ્ત્રી અને વિરાટથી ક્રિકેટ બોર્ડ નારાજ

08 September, 2021 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને પરમિશન લીધા વગર ભીડવાળી ઇવેન્ટમાં સામેલ થયા હતાં, કોરાનાગ્રસ્ત થતા કોચિંગ સ્ટાફે આઇસોલેટ ૧૦ દિવસ માટે થવું પડ્યું : એકાદ-બે દિવસમાં બન્ને પાસેથી ખુલાસો માગવામાં આવશે

શાસ્ત્રી અને વિરાટથી ક્રિકેટ બોર્ડ નારાજ

ભારતીય ટીમના ચોથી ટેસ્ટમાં શાનદાર જીત છતાં કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલથી ભારતીય ક્રિકેટ બોર્ડ ભારે નારાજ થયું છે. બોર્ડની નારાજગીનું કારણ છે તેઓ પરિમશન વગર એક ભીડવાળી ઇવેન્ટમાં સામેલ થવું. એકાદ-બે દિવસમાં બન્ને પાસેથી આ અંગે ખૂલાસો પણ માંગવમાં આવશે.
ગયા મંગળવારે શાસ્ત્રીની બુક લોન્ચિંગ કાર્યક્રમ એક હૉટેલની રૂમમાં યોજાયો હતો અને એમાં બાયો-બબલ્સની બહારનો અનેક લોકો હાજર રહ્યાં હતાં. આખો બુક ખીચોખીચ ભરાઈ ગયો હતો. શાસ્ત્રી સાથે આ કાર્યક્રમમાં હાજર બૉલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ એસ. શ્રીધરનો  સોમવાઆરટી-પીસીઆર ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમને ૧૦ દિવસ માટે આઇસોલેટ કરી દેવામાં આવ્યાં હતાં. તેમના સંપર્કમાં આવેલા ફિઝિયો નીતિન પટેલને પણ આઇસોલેટ કરી દેવામાં આવ્યાં હતાં. આમ ભારતીય ટીમે હવે પાંચમી ટેસ્ટમાં કોચિંગ સ્ટાફ વગર જ મેદાનમાં ઉતરશે. સદનસિબે વિરાટ કોરોનાગ્રસ્ત નથી થયો.
આ કાર્યક્રમમાં શાસ્ત્રી સાથે વિરાટ પણ હાજર રહ્યો હોવાના ફોટો મળ્યા બાદ ક્રિકેટ બોર્ડ ખૂબ નારાજ થયું હતું અને હવે તેઓ પરમિશન વગર આ ભીડવાળા કાર્યક્રમમાં કેમ હાજર રહ્યા એની તપાસ કરશે. ટીમ ઍડમિનિસ્ટ્રેટિવ ગિરિશ ડોંગરેની આ મામલે તપાસ થશે. 
આ ઉપરાંત બ્રિટિશ મિડિયાના અહેવાલ પ્રમાણે ભારતીય ટીમે આ કાર્યક્રમ માટે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડની પણ પરમિશન નહોતી લીધી. ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે અમે ઇંગ્લૅન્ડ બોર્ડની સંપર્કમાં છીએ અને એ જોઈ રહ્યાં છીએ કે આ સિરીઝમાં હવે બીજી કોઈ આવી ઘટના ન બને. 

cricket news sports news sports ravi shastri virat kohli