25 March, 2025 10:35 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર
૧૧ એપ્રિલથી ૧૮ મે દરમ્યાન આયોજિત પાકિસ્તાન સુપર લીગ (PSL)માંથી ડેવિડ વૉર્નરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૨૦૨૦ની સીઝનની ચૅમ્પિયન ટીમ કરાચી કિંગ્સે ડેવિડ વૉર્નરને પોતાનો કૅપ્ટન નિયુક્ત કર્યો છે. પાકિસ્તાનના ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદ પાસેથી પદ છીનવીને પહેલી વાર આ ટુર્નામેન્ટ રમનાર વૉર્નરને જવાબદારી સોંપવામાં આવી છે. ન્યુ ઝીલૅન્ડનો અનુભવી બૅટર કેન વિલિયમસન અને અફઘાનિસ્તાનનો અનુભવી ઑલરાઉન્ડર મોહમ્મદ નબી પણ આ જ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર છે.