ડિફેન્ડિંગ ચૅમ્પિયન MI ન્યુ યૉર્ક MLC 2024માંથી આઉટ થઈ ગઈ

26 July, 2024 08:54 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જે ક્વૉલિફાયર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ અને વૉશિંગ્ટન ફ્રીડમમાંથી જે ટીમ જીતશે એ ૨૯ જુલાઈની ફાઇનલમાં પહોંચશે

ફાફ ડુ પ્લેસિસ

ગઈ કાલે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની એલિમિનેટર મૅચમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસિસની ટીમ ટેક્સસ સુપર કિંગ્સ સામે ૯ વિકેટે હાર થતાં કાયરોન પોલાર્ડની ટીમ MI ન્યુ યૉર્ક બહાર થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન MI ન્યુ યૉર્ક સામે ડુ પ્લેસિસ ૭૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આજે ક્વૉલિફાયર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ અને વૉશિંગ્ટન ફ્રીડમમાંથી જે ટીમ જીતશે એ ૨૯ જુલાઈની ફાઇનલમાં પહોંચશે અને હારનાર ટીમ ૨૭ જુલાઈની ચૅલેન્જર્સ મૅચમાં ટેક્સસ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ લીગની બીજી સીઝનમાં નવી ચૅમ્પિયન ટીમ જોવા મળશે. 

united states of america cricket news sports sports news san francisco washington