✕

સ્મૃતિને વૉટ્સઍપ મેસેજ કરીને વન-ડે વર્લ્ડ કપ જીતવાની શુભેચ્છા પાઠવી હતી ધોનીએ

30 October, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બર 2025માં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યા પછીની એક ઘટના વિશે સ્મૃતિ માન્ધના કહે છે, ‘અમારી જીત માટે શુભેચ્છા પાઠવતો એક વૉટ્સઍપ મેસેજ મને ધોનીના નંબરથી મળ્યો હતો. મને લાગ્યું આ મેસેજ એની ટીમમાંથી કોઈએ મોકલ્યો હશે.

ગઈ કાલે મુંબઈમાં ગલ્ફ ઑઇલ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડની ૧૨૫મી વર્ષગાંઠના અવસરે બ્રૅન્ડ-ઍમ્બૅસેડર મહેન્દ્ર સિંહ ધોની અને સ્મૃતિ માન્ધના એક સ્ટેજ પર સાથે જોવા મળ્યાં હતાં.

ગઈ કાલે મુંબઈમાં ગલ્ફ ઑઇલ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ડિયા લિમિટેડની ૧૨૫મી વર્ષગાંઠના અવસરે બ્રૅન્ડ-ઍમ્બૅસેડર મહેન્દ્ર સિંહ ધોની અને સ્મૃતિ માન્ધના એક સ્ટેજ પર સાથે જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં બન્નેએ કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા હતા.

નવેમ્બર 2025માં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યા પછીની એક ઘટના વિશે સ્મૃતિ માન્ધના કહે છે, ‘અમારી જીત માટે શુભેચ્છા પાઠવતો એક વૉટ્સઍપ મેસેજ મને ધોનીના નંબરથી મળ્યો હતો. મને લાગ્યું આ મેસેજ એની ટીમમાંથી કોઈએ મોકલ્યો હશે, કારણ કે તે પોતે ફોનનો બહુ ઉપયોગ કરતો નથી.’ધોનીએ ખુલાસો કર્યો કે ‘મારી પાસે વિમેન્સ ટીમમાંથી કોઈ અન્યનો નંબર નહોતો. અમે પહેલાં એક ઍડમાં સાથે કામ કર્યું હોવાથી મારી પાસે સ્મૃતિનો નંબર હતો. મેં તેને લખ્યું હતું કે કૃપા કરીને ટીમમાં સામેલ દરેકને મારી શુભેચ્છાઓ પહોંચાડજે.’

ms dhoni smriti mandhana whatsapp one day international odi world cup cricket news indian cricket team sports sports news