✕

એક પણ સિક્સ ફટકાર્યા વગર ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટે ૧૬૭ રન ઝૂડી દીધા

30 October, 2026 09:26 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના વિશાળ ૩૮૭ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૪૫.૧ ઓવરમાં ૩૩૧ રને આૅલઆઉટ થઈને ૫ંચાવન રને હાર્યું.

૨૪ ફોરની મદદથી વન-ડે કરીઅરની બેસ્ટ ઇનિંગ્સ રમી હતી બેન ડકેટે

પાકિસ્તાનમાં આયોજિત વન-ડે ત્રિકોણીય સિરીઝની અંતિમ લીગ મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલી જીત નોંધાવી હતી. ઇંગ્લૅન્ડના ૩૮૬-૫ના સ્કોર સામે શ્રીલંકાએ ૪૫.૧ ઓવરમાં ૩૩૧-૧૦નો સ્કોર કર્યો હતો. પંચાવન રનની જીત સાથે ઇંગ્લૅન્ડ બહાર થયું હતું. 

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડ માટે ટૉમ બેન્ટને ૭૫ બૉલમાં ૮ ફોર, બે સિક્સની નદદથી ૭૪ રન કર્યા હતા. બેન ડકેટે ૧૩૨ બૉલમાં ૨૪ ફોરની મદદથી તોફાની ૧૬૭ રન ઝૂડ્યા હતા. શ્રીલંકાના અસિથા ફર્નાન્ડોને બે વિકેટ મળી હતી. 

બેન ડકેટે એક પણ સિક્સ વગર પોતાની વન-ડે કરીઅરની બેસ્ટ ઇનિંગ્સ રમી હતી. એક પણ સિક્સ વગર હાઇએસ્ટ સ્કોર કરવા મામલે તે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરના ૨૦૧૬ના ૧૭૩ રનના રેકૉર્ડને તોડવાથી થોડા માટે રહી ગયો.  

રન-ચેઝ સમયે શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે ૭૧ બૉલમાં ૮ ફોર, પાંચ સિક્સના સહારે ૮૯ રન અને પવન રત્નાયકેએ ૧૫ ફોર, ૧ સિક્સની મદદથી ૧૧૮ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ માટે સ્પિનર લિયામ ડૉસને ૧૦ ઓવરમાં ૪૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી.

england sri lanka one day international odi cricket news pakistan sports news sports