20 February, 2025 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિલિંદ રેગે
મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન મિલિંદ રેગેનું ગઈ કાલે અવસાન થયું હતું. ૭૬ વર્ષના મિલિંદ રેગેએ કાર્ડિઍક અરેસ્ટને પગલે જીવ ગુમાવ્યો હતો. મિલિંદ રેગે ઑલરાઉન્ડર હતા. ૧૯૬૬-’૬૭થી ૧૯૭૭-’૭૮ સુધીના ગાળામાં તેમણે બાવન ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૧૫૩૨ રન કર્યા હતા અને તેમની ઑફ-સ્પિન બોલિંગથી ૧૨૬ વિકેટ લીધી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે મિલિંદ રેગેએ સિલેક્ટર, ચીફ સિલેક્ટર જેવી ભૂમિકાઓ પણ નિભાવી હતી. ૨૦૨૦માં તેમને ઍડ્વાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા હતા.