પીઠનો દુખાવો દૂર થયો ત્યાં સાથળના સ્નાયુ ખેંચાયા, હાર્દિક અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી આઉટ

11 June, 2026 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીઠના દુખાવામાંથી સાજો થઈને ફરી રમવા માટે ફિટ થયાના ૨૪ કલાકની અંદર જ હાર્દિક પંડ્યા સાથળના સ્નાયુ ખેંચાવાને લીધે અફઘાનિસ્તાન સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

હાર્દિક પંડ્યા

પીઠના દુખાવામાંથી સાજો થઈને ફરી રમવા માટે ફિટ થયાના ૨૪ કલાકની અંદર જ હાર્દિક પંડ્યા સાથળના સ્નાયુ ખેંચાવાને લીધે અફઘાનિસ્તાન સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

હાર્દિક પંડ્યા IPL 2026 દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે પીઠના દુખાવાને લીધે અમુક મૅચ નહોતો રમી શક્યો અને ફિટનેસ-ક્લિયરન્સ મેળવવા માટે બૅન્ગલોરમાં આવેલા ક્રિકેટ બોર્ડના સેન્ટર ઓફ એક્સલન્સમાં પહોંચી ગયો હતો. મંગળવારે જ તે અને રોહિત શર્મા ફિટ હોવાનું જાહેર થયું હતું. જોકે ગઈ કાલે આ નવી ઈજાએ ફરી તેને ટીમમાંથી બહાર કરી દીધો છે. અમુક અહેવાલો પ્રમાણે તેની સાથળની આ નવી ઈજા ફિટનેસ-ટેસ્ટ દરમ્યાન કોટાની સંપૂર્ણ ૧૦ ઓવર બોલિંગ કરવાને કારણે થઈ હોઈ શકે છે.

હાર્દિકને તેની આ નવી ઈજામાંથી સંપૂર્ણ સાજો થવા માટે ત્રણેક અઠવાડિયાંનો સમય લાગવાનું અનુમાન હોવાથી તે શનિવારથી શરૂ થતી અફઘાનિસ્તાન સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. 
અફઘાનિસ્તાન અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડ સામેની ત્રણ-ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે ફિટ રાખવા માટે જ સિલેક્ટરોએ હાર્દિકનો T20 ટીમમાં સમાવેશ નહોતો કર્યો.  

hardik pandya afghanistan cricket news sports news news