અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટીમ ઇન્ડિયા માટે અનલકી છે?

07 March, 2026 08:24 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ જ કારણસર ભારતીય ટીમે આ વખતે હોટેલ બદલી હોવાની અને ડ્રેસિંગ રૂમ પણ બદલશે એવી ચર્ચા

ગઈ કાલે અમદાવાદની તાજ સ્કાયલાઇન હોટેલમાં પહોંચેલા ભારતીય ક્રિકેટરો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સંજુ સૅમસન અને સૂર્યકુમાર યાદવ (તસવીરો : જનક પટેલ)

આવતી કાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયા ગઈ કાલે પહોંચી  ગઈ હતી. ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટક્કર પહેલાં જોકે એવી ચર્ચા શરૂ થઈ છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે અનલકી છે.

૨૦૨૩માં ભારત અહીં ઑસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હતું અને અત્યારના T20 વર્લ્ડ કપમાં આ જ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ભૂંડી રીતે હરાવી હતી. આ જ કારણે ટીમ ઇન્ડિયાએ આ વખતે પોતાની હોટેલ બદલી છે એવી ચર્ચા છે.

૨૦૨૩માં ભારતીય ટીમ ITC નર્મદામાં રોકાઈ હતી અને આ વખતે તાજ સ્કાયલાઇનમાં રોકાઈ છે. એવી વાત છે કે બૅડ લક સુધારવા ટીમ ઇન્ડિયાએ આવું કર્યું છે અને સ્ટેડિયમમાં એ પોતાનો ડ્રેસિંગ રૂમ પણ બદલશે.

t20 world cup world cup international cricket council new zealand india team india indian cricket team narendra modi stadium ahmedabad gautam gambhir suryakumar yadav sanju samson ishan kishan abhishek sharma tilak varma shivam dube hardik pandya axar patel rinku singh Kuldeep Yadav varun chakaravarthy arshdeep singh jasprit bumrah cricket news sports sports news