વિશ્વના ૪ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરી રહી છે T20 વર્લ્ડ કપની ૪ સેમી-ફાઇનલિસ્ટ ટીમ

04 March, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ એશિયા ખંડ, ઇંગ્લૅન્ડ ટીમ યુરોપ ખંડ, સાઉથ આફ્રિકા ટીમ આફ્રિકન ખંડ અને ન્યુ ઝીલૅન્ડ ટીમ ઓશેનિયા/ઑસ્ટ્રેલિયા ખંડનું  પ્રતિનિધિત્વ કરશે

૪ ટીમ વિશ્વના ૪ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરી રહી છે

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૪ ટીમ વિશ્વના ૪ અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતીય ટીમ એશિયા ખંડ, ઇંગ્લૅન્ડ ટીમ યુરોપ ખંડ, સાઉથ આફ્રિકા ટીમ આફ્રિકન ખંડ અને ન્યુ ઝીલૅન્ડ ટીમ ઓશેનિયા/ઑસ્ટ્રેલિયા ખંડનું  પ્રતિનિધિત્વ કરશે.

પહેલી વખત ૨૦૧૬ના T20 વર્લ્ડ કપમાં ૪ સેમી-ફાઇનલિસ્ટ ૪ અલગ ખંડોમાંથી મળી હતી. એ ૪ સેમી-ફાઇનલિસ્ટ ટીમોમાં ભારત, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ સિવાય વેસ્ટ ઇન્ડીઝ હતું જે નૉર્થ અમેરિકા ખંડના ટાપુ દેશનો સમૂહ છે. ૨૦૧૬ના વર્લ્ડ કપમાં પણ ભારત યજમાન દેશ હતો. 

ICC ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં સૌથી વધુ હાજરી

ભારત    ૨૦ વખત 
ઑસ્ટ્રેલિયા    ૧૮ વખત
ન્યુ ઝીલૅન્ડ    ૧૮ વખત
ઇંગ્લૅન્ડ    ૧૬ વખત
પાકિસ્તાન    ૧૬ વખત
સાઉથ આફ્રિકા    ૧૫ વખત
શ્રીલંકા    ૧૧ વખત
વેસ્ટ ઇન્ડીઝ    ૧૧ વખત 

t20 world cup international cricket council world cup world t20 t20 international t20 south africa new zealand india england cricket news sports sports news