દિલ્હીમાં ભારતનો T20 રેકૉર્ડ રહ્યો છે ફિફ્ટી-ફિફ્ટી

12 February, 2026 10:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતનો T20 ઇન્ટરનૅશનલ રેકૉર્ડ ૫૦ ટકા જ રહ્યો છે

રનિંગ કરી રહેલો બુમરાહ, બૅટિંગ પ્રૅક્ટિસ કરતો ઈશાન કિશન

સૂર્યા ઍન્ડ કંપની આજે T20 વર્લ્ડ કપ 2026ની બીજી મૅચ નામિબિયા સામે રમશે. પ્લેયર્સની ઇન્જરી અને બીમારી વચ્ચે પણ ભારતીય ટીમ હાલમાં એકતરફી જીત મેળવવા માટે સક્ષમ છે. જોકે દિલ્હીના સ્ટેડિયમમાં ભારતનો T20 રેકૉર્ડ ચિંતાજનક છે.

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન પુશ-અપ્સ મારી રહેલો વરુણ ચક્રવર્તી

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતનો T20 ઇન્ટરનૅશનલ રેકૉર્ડ ૫૦ ટકા જ રહ્યો છે. ૨૦૧૭થી ૨૦૨૪ દરમ્યાન રમાયેલી ૪ T20 મૅચમાં ભારતને બે હાર અને બે જીત મળી છે. નવેમ્બર ૨૦૧૭માં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૫૩ રને અને ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશ સામે ૮૬ રને જીત મેળવી હતી, જ્યારે નવેમ્બર ૨૦૧૯માં બંગલાદેશ સામે અને જૂન ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે ૭-૭ વિકેટે હાર મળી હતી.

t20 world cup international cricket council world cup cricket news sports sports news india indian cricket team team india new delhi arun jaitley stadium namibia ishan kishan sanju samson abhishek sharma tilak varma suryakumar yadav rinku singh hardik pandya shivam dube axar patel varun chakaravarthy arshdeep singh jasprit bumrah