T20 વર્લ્ડ કપમાંથી સાઉથ આફ્રિકન ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચમાંથી ચાર મૅચ જીતી છે

26 February, 2026 10:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝની હારથી સાઉથ આફ્રિકા સેમી-ફાઇનલમાં પહોંચશે અને ભારત રેસમાં જળવાઈ રહેશે

મૅચનો સમય બપોરે ૩.૦૦ વાગ્યાથી

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે ૩ વાગ્યાથી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ની સાતમી મૅચ રમાશે. વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ મૅચ પર તમામ ભારતીય ફૅન્સની પણ નજર રહેશે, કારણે કે સુપર 8ના ગ્રુપ વનમાં વેસ્ટ ઇન્ડીઝ હાલમાં +૫.૩૫૦ના શાનદાર નેટ રન-રેટ સાથે પહેલા ક્રમે છે. એની હારથી સાઉથ આફ્રિકા સેમી-ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે. ટીમ ઇન્ડિયાને કૅરિબિયનોની હારથી રેસમાં બની રહેવામાં અને પોતાની આગામી બન્ને મૅચ મોટા માર્જિનથી જીતવાની હિંમત પણ મળશે.

T20 ફૉર્મેટમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ત્રીસમી ટક્કર થશે. પહેલી ૨૯ મૅચમાં સાઉથ આફ્રિકા ૧૪ અને વેસ્ટ ઇન્ડીઝ ૧૫ વખત જીત્યું છે. T20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે પાંચ મૅચ રમાઈ છે એમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૬માં એકમાત્ર મૅચ જીત્યું હતું. ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૨૧ અને ૨૦૨૪ની ટક્કરમાં સાઉથ આફ્રિકા વિજેતા બન્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા પાંચ મૅચ રમ્યું છે. એમાંથી અફઘાનિસ્તાન સામેની ડબલ સુપર ઓવર સહિત ૪ મૅચ જીત્યું છે અને માત્ર એક મૅચ હાર્યું છે. વેસ્ટ ઇન્ડીઝ આજે પહેલી વખત આ મેદાન પર T20 મૅચ રમશે.

સુપર 8 ગ્રુપ વનનું પૉઇન્ટ-ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

વેસ્ટ ઇન્ડીઝ

+૫.૩૫૦

સાઉથ આફ્રિકા

+૩.૮૦૦

ભારત

-૩.૮૦૦

ઝિમ્બાબ્વે

-૫.૩૫૦

 

t20 world cup international cricket council world cup south africa west indies cricket news sports sports news narendra modi stadium ahmedabad