10 February, 2026 12:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયાનું પોતાના ઘરે સ્વાગત કરી રહેલાે ગૌતમ ગંભીર બન્ને દીકરીઓ અને પત્ની નતાશા સાથે
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રવિવારે રાતે સપોર્ટ-સ્ટાફ અને પ્લેયર્સ માટે પોતાના ઘરે સ્પેશ્યલ ડિનરનું આયોજન કર્યું હતું. વૉશિંગ્ટન સુંદર સિવાય આ ડિનર-પાર્ટીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા.
નતાશા જૈન સાથે સૂર્યકુમાર યાદવ
ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો એકસાથે બસમાં ડિનર-પાર્ટી માટે પહોંચ્યા ત્યારે ગંભીર, તેની પત્ની નતાશા જૈન અને બન્ને દીકરીઓ તેમના સ્વાગત માટે ઘરની બહાર હાજર રહ્યાં હતાં. ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ પણ આ ડિનર-પાર્ટીમાં હાજરી આપી હતી.
કુલદીપ યાદવ અને અભિષેક શર્મા
બીમાર અભિષેક શર્મા આ ડિનર-પાર્ટી દરમ્યાન ચર્ચામાં રહ્યો હતો. ઘરમાં એન્ટ્રી પહેલાં ગૌતમ ગંભીર તેને આરામથી પહેલાં ડિનર લઈ લેવાનું સૂચન કરતો જોવા મળ્યો હતો. ખરાબ તબિયતના અહેવાલો વચ્ચે ગૌતમ ગંભીરના ઘરે ટીમ ડિનર-પાર્ટીમાંથી તે સૌથી પહેલાં નીકળી ગયો હતો. અભિષેક અન્ય સપોર્ટ-સ્ટાફના સભ્ય સાથે અલગથી કારમાં જતો જોવા મળ્યો હતો જ્યારે ટીમના બાકીના સભ્યો અને કોચિંગ-સ્ટાફ મોડી રાતે ટીમ-બસમાં એકસાથે જ હોટેલ જવા રવાના થયા હતા.